તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:ઇડર-વિજયનગરમાં 1 ઇંચ, પોશીનામાં પોણો ઇંચ,અન્ય તાલુકામાં ઝરમર વરસ્યો

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇડર તાલુકામાં ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર - Divya Bhaskar
ઇડર તાલુકામાં ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
  • હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 2 દિવસ સારા વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો છે અતિશય ઉકળાટ અને ભેજવાળું વાતાવરણ હોવા છતાં જોઈએ તેવો વરસાદ વરસતો નથી. શનિ-રવિવારની મધ્યરાત્રીથી અને રવિવારે સાંજ સુધી સાબરકાંઠા જિલ્લાના ઇડર અને વિજયનગરમાં સવા ઇંચ તથા પોશીનામાં પોણો ઇંચ અને અન્ય વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં આશા બંધાણી છે.

છેલ્લા ત્રણ સપ્તાહથી વરસાદે હાથતાળી આપી દીધા બાદ બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે વાતાવરણમાં ભેજ અને ઉકળાટ નું પ્રમાણ વધ્યું છે જે સારા વરસાદની નિશાની છે પરંતુ શનિ-રવિવારની રાત્રે 12 વાગ્યા પછી મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે શરૂ થયેલ વરસાદે ગણતરીની મિનિટોમાં જ વરસવાનું બંધ કરી સૌ કોઈને નિરાશ કર્યા હતા.

જિલ્લામાં રવિવારે ઇડરમાં 29 મીમી અને વિજયનગરમાં 26મીમી તથા પોશીના તાલુકામાં કુલ 20 મીમી વરસાદ નોંધાયો હતો રવિવારે પણ દિવસ દરમ્યાન વાદળો અને ઉકળાટ નું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું પરંતુ સાંજ સુધી ઇડર વિજયનગર અને પોશીના સિવાય વરસાદ થયો ન હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ત્રણેક દિવસ સારા વરસાદની સંભાવના છે. નોંધનીય છે કે આ વખતે હવામાન અને કૃષિવિભાગ સાચા ઠરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા ચાલુ વર્ષના બે વાવાઝોડાએ નૈઋત્યના ચોમાસાને માઠી અસર કરી છે.

સાબરકાંઠામા વરસાદ

તાલુકોવરસાદકુલવરસાદ
હિંમતનગર477
ઇડર29129
વડાલી2230
ખેડબ્રહ્મા469
પોશીના20109
પ્રાંતિજ544
તલોદ230
વિજયનગર28161

ઉ.ગુ.માં અડધાથી સવા ઇંચ સુધી વરસાદ
ઉત્તર ગુજરાતમાં અસહ્ય ઉકળાટ બાદ શનિવારે મધરાતથી છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મહેસાણાના વિજાપુરમાં એક ઇંચ તેમજ બનાસકાંઠાના દાંતામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં શનિવારે રાત્રે લઘુશંકા જવા નીકળેલી 34 વર્ષિય વિજાબેન નરેશભાઇ રબારી ઉપર વીજળી પડતાં મોત થયું હતું. જ્યારે અમીરગઢના સરોત્રીના ગોળીયા ગામમાં વાવાઝોડા સાથે વરસાદમાં વીજવાયર તૂટી પડતાં એક ગાય મોતને ભેટી હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...