તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:પોશીના તાલુકામાં 1 , વિજયનગરમાં અડધા ઇંચથી વધુ વરસાદ, અન્ય તાલુકામાં ઝરમર

હિંમતનગર, પોશીના, વિજયનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોશીના
વિજયનગર અને પોશીનામાં વરસાદ પડતાં વાતાવરણ ઠંડક જામી હતી. - Divya Bhaskar
પોશીના વિજયનગર અને પોશીનામાં વરસાદ પડતાં વાતાવરણ ઠંડક જામી હતી.
  • મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 1 ઇંચ, સરસ્વતી તાલુકામાં અડધો ઇંચ, બનાસકાંઠામાં ઝાપટાં

છેલ્લા બે દિવસથી સાબરકાંઠાનું આકાશ ગોરંભાયેલુ છે રવિવારે બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન અસહ્ય ઉકળાટ વચ્ચે વિજયનગર, પોશીના, ઇડર અને ખેડબ્રહ્મામાં અને સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમ્યાન પોશીના ખેડબ્રહ્મામાં વરસાદ વરસતા સાંજ સુધીમાં પોશીનામાં સૌથી વધુ 1 ઇંચ અને વિજયનગરમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

વિજયનગર
વિજયનગર

8 પૈકી 4 તાલુકામાં ઝાપટા અને 2 તાલુકામાં બે થી ચાર મીમી વરસાદ નોંધાયો હતો. જ્યરે ઉ.ગુ.માં બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા અને સરસ્વતી તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સતલાસણા તાલુકામાં 1 ઇંચ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આગામી બે-ત્રણ દિવસ આવું જ વાતાવરણ રહેનાર છે અને નવી સિસ્ટમ વરસાદ લાવી શકે છે.

સાબરકાંઠા વરસાદ
તાલુકોવરસાદકુલ
હિંમતનગર 00223
વડાલી0368
વિજયનગર 15362
પોશીના24303
પ્રાંતિજ0287
તલોદ0209
ખેડબ્રહ્મા4198
ઇડર2252
અન્ય સમાચારો પણ છે...