ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન:મહેસાણા-પોશીનામાં 1, પાટણ-વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ, 31મીથી 5 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

હિંમતનગર, પોશીના, વિજયનગર, મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર ન્યૂઝ | છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતના મહેસાણા-સાબરકાંઠાનું આકાશ ગોરંભાયેલુ છે રવિવારે બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન અસહ્ય ઉકળાટ વચ્ચે મહેસાણા, પાટણ, વિજયનગર, પોશીના, ઇડર અને ખેડબ્રહ્મામાં અને સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમ્યાન પોશીના ખેડબ્રહ્મામાં વરસાદ વરસતા સાંજ સુધીમાં પોશીનામાં સૌથી વધુ 1 ઇંચ અને વિજયનગરમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 8 દિવસ બાદ જિલ્લામાં ઝાપટા વરસતાં ફરીથી વરસાદની આશા બંધાણી હતી પરંતુ દિવસ દરમિયાન ઉકળાટ અને વાદળો સાંજ સુધીમાં 8 પૈકી 4 તાલુકામાં ઝાપટા અને 2 તાલુકામાં 2થી 4 મીમી વરસાદ નોંધાયો હતો. રાજસ્થાનના માળ સરવણ અને ખોખરના રોનકે વિસ્તારમાં ભારે વરસાદ બાદ હરણાવ નદીમાં પાણી આવ્યા હતાં. પાટણ અને વાગડોદ વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું જ્યારે સિધ્ધપુરમાં વરસાદના અમી છાંટણા થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...