કોરોનાવાઈરસ:સાબરકાંઠામાં 1 મોત, 5 કેસ, અરવલ્લીમાં 5ને કોરોના: પોઝિટિવની સંખ્યા 392 પર પહોંચી

હિંમતનગર/મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠાના ઇડર તાલુકામાં બારડોલીના 50 વર્ષીય જશીબેન કાંતિભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં હિંમતનગર ખાતે ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા. જિલ્લામાં આ 17મું મોત છે. આરોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર હિંમતનગરમાં આંબાવાડી પોલીસ લાઈનમા 42 વર્ષિય પુરૂષ, જામળામાં 78 વર્ષિય મહિલા, વડાલીના ભવાનગઢમા 78 વર્ષીય પુરુષ, પોશીનામા 35 વર્ષીય પુરૂષ અને ખેડબ્રહ્માના હિંગટીયામા 60 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

મોડાસા શહેરના દેવભૂમિ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય મહિલા અને ચાંદ ટેકરી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવાન તેમજ મોડાસા તાલુકાના ફરેડીમાં રહેતી 28 વર્ષીય મહિલા અને ધનસુરા તાલુકાના કંજરી કંપામાં રહેતા 53 વર્ષીય પુરુષ અને મેઘરજ તાલુકાના વાવ કંપામાં રહેતા 28 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 392 પર પહોંચી છે.

ઉત્તર ગુજરાત કોરોનામીટર

જિલ્લોપોઝિટિવમૃત્યુડિસ્ચાર્જ
મહેસાણા1433731189
પાટણ1272631014
બનાસકાંઠા115754950
સાબરકાંઠા69417581
અરવલ્લી39240314
કુલ49482474048
અન્ય સમાચારો પણ છે...