સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોના નબળો પડતા 30 જુલાઈએ છેલ્લો કેસ નોંધાયા બાદ 13 દિવસે કોરોનાનો નવો કેસ નોંધાયો છે સંક્રમિત 72 વર્ષીય વૃદ્ધ એક માસ અગાઉ બેંગ્લોર ગયાની હિસ્ટ્રી છે પરંતુ આટલા સમય બાદ લક્ષણો દેખાય તેની સંભાવનાઓ ઓછી છે અને સ્થાનિક સંક્રમણ જવાબદાર હોવાની સંભાવના બળવત્તર બની છે.
સાબરકાંઠા જિલ્લો 3 દિવસ માટે કોરોના મુક્ત બન્યા બાદ બુધવારે ઇડરના સદાતપુરામાં 72 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 72 વર્ષીય વૃદ્ધ 1 માસ અગાઉ બેંગલોર ગયા હતા. તાજેતરમાં ક્યાંય ગયાની હિસ્ટ્રી મળી નથી.જેનો સીધો મતલબ છે કે વૃદ્ધને કોરોના થવા પાછળ સ્થાનિક સંક્રમણ જવાબદાર છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.