તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાબરકાંઠામાં સતત 14 દિવસથી કોરોનાના 0 કેસ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટના 24 દિવસમાં 1 કેસ નોંધાયો
  • છેલ્લે 10 ઓગસ્ટે કેસ નોંધાયો હતો

સાબરકાંઠા જિલ્લામાં 10 ઓગસ્ટે છેલ્લો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ 14 દિવસથી એકપણ નવો કેસ નોંધાયો નથી અને હાલમાં એક પણ એક્ટીવ કેસ નથી જે જિલ્લાજનો માટે રાહતના સમાચાર છે.

સાબરકાંઠા જિલ્લામાં એપ્રિલ-20 થી છેલ્લા 17 મહિનામાં એકપણ કેસ નોંધાયો ન હોય તેવું બન્યું નથી કોરોનાકાળના મે-20 બાદ પ્રથમવાર ઓગસ્ટ-21 ના 24 દિવસમાં માત્ર એક કેસ નોંધાયો છે અને 10 ઓગસ્ટ પછી નવો કેસ નોંધાયો નથી. જિલ્લામાં 68 ટકાથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે અને એપ્રિલ-મે દરમ્યાન થયેલ સેંકડો મોત બાદ કોરોના અંગે જાગૃતિ પણ આવી છે. બે સપ્તાહથી નવો કેસ ન નોંધાતાં આરોગ્ય વિભાગે પણ રાહતનો દમ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...