વરણી:કોંગ્રેસ અગ્રણીના ટેકાથી ખેડબ્રહ્મા APMC માં વાઇસ ચેરમેન વરાયાં

ખેડબ્રહ્મા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્મા એપીએમસીમાં ચેરમેન તરીકે અમૃતભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ચૌહાણ રાજેન્દ્રસિંહની બિનહરીફ વરણી

ખેડબ્રહ્મા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી શુકવારે યોજાઇ હતી. જેમાં જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બંને બિનહરીફ થયા હતા. જેમાં વાઇસચેરમેન કોંગ્રેસના ટેકાથી ચૂંટાયા હતા. શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં ખેડબ્રહ્મા APMCમાં ચેરમેન તરીકે પટેલ અમૃતભાઈ શામળભાઈ અને વાઇસ ચેરમેન તરીકે ચૌહાણ રાજેન્દ્રસિંહ જુજારસિંહની બિનહરીફ વરણી કરાઇ હતી.

નવા વરાયેલ ચેરમેન અને વાઇસ ચેરમેનને જિલ્લા સંઘના ચેરમેન જસુભાઈ પટેલ, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર શામળભાઈ પટેલ, સાબરડેરીના ડિરેક્ટર બ્રિજેશભાઇ પટેલ, તાલુકા સંઘ ચેરમેન હરિભાઇ પટેલ, સહકારીજીનના ચેરમેન પરસોત્તમભાઈ પટેલ અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણી નિમિષભાઈ પટેલ જિલ્લા રજિસ્ટ્રાર મહેસાણા દ્વારા કરાઇ હતી.

ભાજપે વાઇસચેરમેનને ટેકો ન આપ્યો
એપીએમસીમાં ચેરમેન-વાઇસ ચેરમેનને ભાજપે મેન્ડેટ આપ્યા હતા. વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જુજારસિંહનું મેન્ડેટ આવતા પટેલ સુરેશભાઈએ દરખાસ્ત કરી પણ ભાજપના ડિરેક્ટરે ટેકો જાહેર ના કરતાં કોંગેસ ના ડિરેક્ટર ભમરસિંહ જવાનસિંહ ચાંદવતે ટેકો જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...