કોંગ્રેસી કાર્યકરોમાં રોષ:અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાતા કોંગ્રેસે ફટાકડા ફોડીને વિરોધ કર્યો

ખેડબ્રહ્મા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકો ભાજપમાં જોડાયા છે તે પોતાના ધંધા સાચવવા માટે ધંધાદારી લોકો સાથે જોડાયા છે : કોંગી અગ્રણીઓ

ખેડબ્રહ્મા વિધાનસભા પર છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસમાંથી જીતતા અશ્વિનભાઈ કોટવાલ અખાત્રીજે ભાજપમાં જોડાઈ જતા ખેડબ્રહ્માના કોંગ્રેસી કાર્યકરોએ ફટાકડા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. અશ્વિનભાઈ કોટવાલ છેલ્લા 3 ટર્મથી ખેડબ્રહ્મા વિધાનસભા મા જીતતા આવ્યા છે. અને હવે ભાજપમાં જોડાતા કોંગ્રેસી કાર્યકરોમાં રોષ ફેલાઇ ગયો હતો.

અને સરદાર ચોક ખાતે ફટાકડા ફોડી વિરોધ દર્શાવી અશ્વિન કોટવાલ વિરુદ્ધ સુત્રોચાર કર્યો હતો. આ પ્રસંગે પ્રકાશભાઈ બારોટ, ભવરસિંહ ચંદાવત, પ્રકાશભાઈ ઉપાધ્યાય, લીલાબેન ડાભી સહિતના કાર્યકરો જોડાયા હતા અને જણાવ્યું હતું કે અશ્વિનભાઈએ આદિવાસી પ્રજાના વોટ લઇ પક્ષપલટો કરી વિશ્વાસઘાત કર્યો છે. જે લોકો ભાજપમાં જોડાયા છે તે પોતાના ધંધા સાચવવા માટે ધંધાદારી લોકો સાથે જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...