આપઘાત:બે-બે વાર ઘરેથી ભાગી ગયેલા વેવાઇ- વેવાણે ગળે ફાંસો ખાધો

ખેડબ્રહ્મા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડબ્રહ્માના દિધીયામાં થેરાસણના પ્રેમીપંખીડાંની ઝાડે લટકતી લાશ મળી
  • દીકરા-દીકરીનું સગપણ થતાં દોઢ મહિનામાં બે વાર ભાગી ગયા

વડાલીના થેરાસણાના પ્રેમના તાંતણે બંધાઈ ગયેલ વેવાઈ અને વેવાણ સંતાનોના લગ્ન થાય તે પહેલાં જ એકબીજાનો વિરહ સહન કરી ન શક્યા હોય તેમ બે દિવસ અગાઉ ફરીથી ગામમાંથી ભાગી ગયા બાદ મંગળવારે ખેડબ્રહ્મા તાલુકાના દિધીયા ગામની સીમમાંથી બંનેની ઝાડે લટકતી લાશ મળતાં ચકચાર મચી જવા પામી હતી. બંને જણા દોઢ મહિનામાં બે વાર ભાગ્યા હતા. ખેડબ્રહ્મા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાલીના થેરાસણા ગામના જ્યંતીભાઇ મોહનભાઇ ઠાકરડા (45) ના લગ્ન વડાલીના રામપુર વાસણામાં થયા હતા. જેઓને સંતાનમાં બે દીકરીઓ છે. જ્યંતીભાઇ ઠાકરડાની દીકરીનું સગપણ થેરાસણામાં જ રહેતા  કચરાભાઇ ભીખાભાઇ ઠાકરડાના પુત્ર સાથે કર્યું હતું. દરમિયાન જયંતીભાઈ અને વેવાણ જાગૃતિબેન (40) વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. એકાદ માસ અગાઉ પણ બંને ભાગી ગયા હતા અને ત્રણ દિવસ બાદ પરત આવ્યા હતા અને ત્યારબાદ ફરીથી બંને જણા 7 જૂને ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયા હતા અને 9 જૂને જ્યંતીભાઇ મોહનભાઇ ઠાકરડા તથા જાગૃતિબેન  કચરાભાઇ ભીખાભાઇ ઠાકરડાની ખેડબ્રહ્માના દિધીયા ગામની સીમમાં લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. થેરાસણામા બનાવની જાણ થતાં જયંતીભાઈના ભાઈ કાંતિભાઈ, રાકેશભાઇ તથા  જાગૃતિબેનના પતિ  કચરાભાઇ ભીખાભાઈ તથા તેમના કુટુંબના માણસો સાથે દીધીયા ગામે પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં ઝાડ પર એકજ સાડલાથી ગળેફાંસો ખાધેલી જયંતીભાઈ અને  જાગૃતિબેનની લાશને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ માટે સિવિલ ખેડબ્રહ્મા ખાતે લાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. કાંતીભાઈ ઠાકરડાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...