તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખેડબ્રહ્માના ચીખલા ગામના દિવ્યાંગ યુવકનું અપહરણ કરનાર 6 પકડાયા

ખેડબ્રહ્મા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉખલાડુંગરીના શખ્સોએ પૈસાની લેવડદેવડમાં અપહરણ કર્યાનું ખુલ્યું

ખેડબ્રહ્માના ચીખલાનો દિવ્યાંગ યુવક ઇડરથી ખેડબ્રહ્મા બસમાં આવતો હતો. ત્યારે ખેડબ્રહ્મા ડેપોમાં ઉતરતાં ઇકોમાં આવેલ શખ્સો અપહરણ કરી જતાં યુવકના પિતાએ ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ કરનાર 6 શખ્સોને ઇકો સાથે પકડી લીધા હતા. જૂના પૈસાની લેવડદેવડમાં અપહરણ કર્યાનું બહાર આવ્યું હતું. ચીખલાના જયેશભાઇ બાબુભાઇ ડાભી (38) ઈડરમાં ઓનલાઈન ફોર્મ ભરવાની નોકરીએ જતો હતો.

ગત 26 એપ્રિલે સવારે જયેશભાઈ ઈડર નોકરી ગયો હતો અને સાંજે આશરે સાત વાગ્યાની આસપાસ જયેશભાઇ ખેડબ્રહ્મા ડેપોમાં ઉતરતાં ઇકોમાંથી કેટલાક માણસો ઉતરી જયેશને ઉપાડી ઇકોમાં નાંખી અપહરણ કરી વડાલી તરફ જતા રહ્યા હતા. તેના પિતા બાબુભાઇ ભીખાભાઈએ ખેડબ્રહ્મા પોલીસમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે શનિવારે 6 અપહરણ કર્તાઓને પકડી લીધા હતા. પોલીસે અપહરણમાં વપરાયેલ ઇકો નંબર જીજે 9 બીએચ 6454 કબજે કરી આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ જૂના પૈસાની લેવડ-દેવડમાં અપહરણ કર્યાનું બહાર આવ્યું હતુું.

પકડાયેલ આરોપીઓ
1.વેચાતભાઈ ગોબરજી ખોખરીયા (60)
2.બળવંતભાઈ વેચાતભાઈ ખોખરીયા (27) 3.નારશીભાઈ વેકગતભાઈ ખોખરીયા (38) 4.અનિલભાઇ ઈશ્વરભાઈ બાબડીયા (20) 5. મુકેશભાઈરામજીભાઈ વણઝારા (35) 6.લાલભાઈ ભેરજી ભાગોર તમામ રહે. તમામ રહે. ઉખલાડુંગરી તા. વિજયનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો