ત્રાસ:ખેડબ્રહ્મા શહેરની પ્રેમલગ્ન કરનાર યુવતીને સાસરિયાંએ ત્રાસ આપ્યો

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી અમદાવાદની ખાનગી બેન્કમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે

ખેડબ્રહ્માની યુવતીને નોકરી દરમિયાન અમદાવાદના યુવક સાથે પ્રેમ થતાં બંને પરિવારની મંજૂરીથી લગ્ન બાદ પતિ, સાસુ સસરાંએ ત્રાસ આપવાનું શરૂ કરતા યુવતીએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડબ્રહ્મા શહેરના વાસણારોડની સોસાયટીમાં રહેતી સ્વીટુબેન અતુલકુમાર દરજી અમદાવાદમાં ખાનગી બેંકમાં છેલ્લા 5 વર્ષથી કેશિયર તરીકે બજાવતી હતી. દરમ્યાન સ્વીટુ અને નીલ દિનેશકુમાર દરજી, દેવાસ ફ્લેટ, જીવરાજ પાર્ક વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ એકબીજાના માતાપિતાની સંમતિથી તા.01-12-2017 ના રોજ આર્ય સમાજ અમદાવાદમાં લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ સ્વીટુ સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેતી હતી અને થોડા સમય બાદ તેના સાસુ વર્ષાબેન તથા સસરા દિનેશકુમારે તું દહેજમાં કઇ લાવેલ નથી કહી અવારનવાર ઝઘડાં કરતા હતા અને ત્રાસ આપતા હતા. તા. 03-02-2020 ના રોજ સ્વીટુને પતિએ મારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી સ્વીટીની અમદાવાદમાં નોકરી ચાલુ હોઇ તે અમદાવાદ નોકરી કરતી હોઇ તેના સાસુ સસરા તથા પતિ અમદાવાદમાં રહેવું તને ભારે પડી જશે અને તારા પિતાજીને ખેડબ્રહ્મામાં પણ રહેવા નહીં દઉંની ધમકી આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...