APMCની ચૂંટણી:ખેડબ્રહ્મા માર્કેટયાર્ડના 15 ડિરેક્ટરોની ચૂંટણીમાં સરેરાશ 97 ટકા મતદાન નોંધાયું

ખેડબ્રહ્મા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતગણતરી આજે સવારે 9 વાગે માર્કેટયાડમાં યોજાશે

ખેડબ્રહ્મા તાલુકા એપીએમસીના 15 ડિરેક્ટરોની ચૂંટણી રવિવારે ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં યોજાઈ હતી જેમાં ખેડૂતો અને વેપારીઓએ ભારે મતદાન કર્યું હતું. જેમાં વેપારી વિભાગમાં 93.75 ટકા, ખેડૂત વિભાગમાં 98.69 ટકા અને સરેરાશ 97 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરી આજે સવારે 9 કલાકે માર્કેટયાડમાં યોજાશે.15 ડિરેક્ટરોની ચૂંટણીમાં ખેડૂત વિભાગના 11 ડિરેક્ટરો માટે વિકાસ પેનલ અને કિસાન પેનલે સામસામે ઉમેદવારી કરી હતી.

જેમાં ખેડૂતોના 307 મતમાંથી 303 ખેડૂતોએ મતદાન કર્યું હતું. ખેડૂત વિભાગમાં 98.69 ટકા, જ્યારે વેપારી વિભાગના 4 ડિરેક્ટરોની જગ્યા માટે 11 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં 4 વેપારીઓએ પેનલ બનાવી હતી. જેમાં 160 ના મતદાન સામે 150 વેપારીઓએ મતદાન કર્યું હતું. વેપારી વિભાગમાં 93.75 ટકા મતદાન થયાનું નોંધાયું હતું. જ્યારે સહકાર વિભાગમાં હાલના ચેરમેન જશુભાઇ જગુભાઇ પટેલ બિનહરીફ થયા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાચૂંટણી અધિકારી એ.ડી.દેસાઈ જિલ્લા રજિસ્ટર સહકારી મંડળીઓ દ્વારા કરાઇ હતી. મતગણતરી આજે સવારે 9 કલાકે માર્કેટયાડમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...