તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખેડબ્રહ્માના શ્યામનગર નજીક બસ પાછળ બાઇક ઘૂસતાં ચાલકનું મોત

ખેડબ્રહ્મા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બાઇક બસના પાછળના ભાગે ઘુસી ગઈ - Divya Bhaskar
બાઇક બસના પાછળના ભાગે ઘુસી ગઈ
 • 1ને ઈજા,બસના ચાલકે ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવી

ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર પાસે બુધવાર સવારે બાઇક બસના પાછળ ભાગે ઘૂસી જતા ચાલકનું મોત નિપજ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકાના સ્ટેટ હાઇવે પર આવેલ શ્યાનાગર પાસે બુધવાર સવારે પ્રાંતિજ ડેપોની બસ નંબર જી.જે.18 ઝેડ 2375ની અમદાવાદ-ખેડબ્રહ્મા બસ શાયમનાગર ખાતે પેસેન્જર ઉતારી રહી હતી ત્યારે ઈડરના બાઇક ચાલક મિસ્ત્રી શૈલેષભાઇ કાશીભાઈ તથા પાછળ બેઠેલ કેલાવ ગામના અશ્વિનભાઈ મનજીભાઈ બાઇક નંબર જી.જે.9.સીવી 382નું લઇ આવતા હતા. જે બાઇક બસની પાછળ ઘૂસી જતા બંને વ્યકિતઓને ઇજાઓ પહોંચી હતી.

ધડાકા ભેર ટકારતા શ્યામનગર બસ સ્ટેન્ડ પાસે ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને 108 દ્વારા ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે શૈલેષભાઇ મરણ ગયા હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે અશ્વિનભાઈને સારવાર આપવામાં આવી હતી. આ અંગે ખેડબ્રહ્મા અમદાવાદ બસના ડ્રાઈવર વિજાપુરના જાકીરહુસેન ખાનજીભાઈએ બાઇક ચાલકે પોતાનું બાઇક પુર ઝડપે અને ગફળતભરી રીતે હંકારી બસમાં ઘૂસી જતા મોત થયાનું ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો