સહાય આપવા માગ:ખેડબ્રહ્મા પંથકમાં કમોસમી માવઠાથી બટાકાના ઉતારામાં ઘટાડાની આશંકા

ખેડબ્રહ્મા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તાલુકાના ખેડૂતોને સહાય આપવા માગ

ખેડબ્રહ્મા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કમોસમી માવઠુ થતાં તાલુકાના પૂર્વ ભાગમાં બટાકના વાવેતરને નુકસાનની સાથે ઉતારામાં ઘટાડો થવાની ભિતી ખેડૂતો સેવી રહ્યા છે.મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તાલુકાના ખેડૂતોને સહાય કરવા પણ માગ કરાઇ છે.ત્રણ દિવસ કમોસમી માવઠાથી ખેડબ્રહ્માના પૂર્વ ભાગના લક્ષ્મીપુરા, કલોલકંપા, દામાવાસ કંપાના બટાકાના ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે. ત્રણ દિવસ પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે.

કલોલકંપાના હસમુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર જે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે તેમાં પાણી ભરાઈ રહેવાના કારણે ફૂગ આવી જશે અને વાવેતર બાકી હશે તેમના બિયારણ પલળી ગયા છે. દસ દિવસ બાદ વાવેતર કરવું પડશે તેથી તેમને પણ નુકશાન થશે. આ વર્ષે 50 ટકા ઉતારો ઓછો આવશે. લક્ષ્મીપુરાના પટેલ વિનોદભાઈ, પટેલ પ્રવિણભાઈ, રામજીભાઈ પટેલના જણાવ્યા અનુસાર લક્ષ્મીપુરા, કલોલ કંપા, દામાવાસકંપા સહિતના વિસ્તારમાં 1200 એકર જેટલી બટાકાની ખેતીને આ વરસાદથી નુકસાન થશે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તાલુકાના ખેડૂતોને સહાય કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...