અકસ્માત:ખેડબ્રહ્માના શીલવાડમાં કારની ટક્કરે સાળી અને બનેવી ઘાયલ

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરેથી દર્શન કરી પરત ફરતાં અકસ્માત

ખેડબ્રહ્માના શીતોલાના કિશનભાઈ દિનેશભાઇ ચૌહાણ ગત તા. 28 ઓગસ્ટે તેની સાસરી માકડચંપામાં ગયા હતા અને શ્રાવણનો છેલ્લો સોમવાર હોઇ તેથી કિશનભાઈ તેમની પત્ની પ્રિયાબેન તથા સાળી ચંદ્રીકાબેન બાઈક નં. જી.જે-09-ડી.સી-8448 નું લઇને હોઈ વિરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી પરત ફરતા હતા. ત્યારે શીલવાડ પાસે કાર નં. આરઆર જી.જે-09-એ.જી-8324 ના ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઈક ઉપર થી બધા નીચે પડી ગયા હતા અને કિશનભાઈના જમણી બાજુ થાપાના ભાગે, જમણા પગના ઢીંચણ તથા જમણા હાથે કોણી ઉપર ઇજાઓ થઈ હતી.

સાળી ચંન્દ્રિકાબેનને પણ જમણા પગે ઢીંચણના નીચે ફેક્ચર થયું હતું, જેથી તેમણે સારવાર માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. કિશનભાઈના પિતા દિનેશભાઇ ચૌહાણે કારચાલક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...