બાઇક રેલીનું આયોજન:ખેડબ્રહ્મામાં પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા રેલી, પોલીસ વિભાગ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ખેડબ્રહ્મા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મામા અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ ઘ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતેથી ભવ્ય બાઇક રેલીનું પ્રસ્થાન કરવામા આવ્યું હતું . જે રેલી બ્રહ્માજી ચોક, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, માણેક ચોક, લક્ષ્મીપુરા ચાર રસ્તા, પેટ્રોલ પમ્પ, સરદાર ચોક થઇ અર્બુદા મંદિર ખાતે પહોંચી હતી રેલીમાં બાળકો મહિલાઓ પણ ભાગ લીધો હતો.

રેલીમા જોડાનાર માટે છાસ પાણીના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ ઘ્વારા ડીવાય એસપી, પી.એસ.આઈ, પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...