અકસ્માત:ખેડબ્રહ્માના પણાઈ પાસે બે બાઇક સામસામે ટકરાતાં એકનું અમદાવાદમાં મોત નિપજ્યું

ખેડબ્રહ્મા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્માના પણાઈના શંકરભાઇ મંજીભાઈ પારઘી ગત તા. 29 એપ્રિલના સાંજે કૂવા પર કામ પતાવી પોતાનું બાઇક નં GJ 9 CT 0857 લઇ પાણાઇ જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં સામેથી આવતા બાઇક ચાલક દીલીપકુમાર રમેશભાઇ પારઘી .રહે. પાણાઇએ પોતાનું બાઇક GJ 2 AS 8317 ને સામેથી શંકરભાઈના બાઈકે ટક્કર મારતા શંકરભાઇ રોડની સાઇડમાં નીચે પડી ગયા હતા.

તેમને પગના ભાગે અને શરીરના ભાગે અને આંખ ઉપર ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે 108 મારફતે માટોડા સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી હિંમતનગર સિવિલમાં લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે શંકરભાઇને અમદાવાદ સિવિલમાં રિફર કરતાં મોત થતાં મૃતકના કાકા મશરૂભાઈ રામાભાઈ પારઘીએ દિલીપભાઈ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...