તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં સાબરમતી નદીના પટમાંથી 100થી વધુ ટ્રેક્ટર રેતીની ચોરી કરવાનું કૌભાંડ

લાંબડીયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરોજ પોલીસની નજર સમક્ષ રોકટોક વગર જ રેતી રાજસ્યાન લઈ જવાય છે
  • ઉચ્ચ સ્તરેથી ખેરોજ પોલીસ પર મોટી તપાસ કરાય તો મોટું તથ્ય બહાર આવવાની શક્યતા

ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સાબરમતી નદીના પટમાંથી રોજના 100થી વધુ ટ્રેક્ટર રેતીની ચોરી કરવાનું કારસ્તાન દિવસ અને રાત્રે બિનદાસ્તપણે ચલાવાઈ રહ્યું છે. મોટી માત્રામાં રેતી ઉલેચીને ગુજરાત અને રાજસ્થાનમાં પહોંચાડવાનું મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે. ખેરોજ પોલીસ મથક પણ નદીના કિનારે જ આવેલું છે આથી પોલીસની સાક્ષાત નજર સમક્ષ મોટું કૌભાંડ જાણે કે પોલીસની કૃપાદ્રષ્ટિની ચાડી ખાઈ રહ્યું છે.

આ અંગે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના અગ્રણી આદિવાસી નાગરિકોએ તાજેતરમા દિવસ રાત ચાલતા ગેરકાયદેસર રેતીવહનના કૌભાંડ મામલે જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં અને પોલીસની મિલીભગત સાથે કરવામાં આવતી ખોટી કમાણી તેમજ કટકી વ્યવહારો ઉપરાંત મોટા તોડપાણી કરવામાં માહેર ખેરોજ પીઆઈ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકને પણ રજુઆત કરી છે.

વિસ્તારના લક્ષ્મણભાઈ ગમાર, સોમજીભાઈ સોલંકી, હરદેવભાઈ મકવાણા, હરિશંકરભાઈ ખોખરીયાના જણાવ્યા મુજબ વિસ્તારના દોતડ-સારી, વરનાળ, ટેબડી, મહુડી સહિત વિસ્તારમાંથી ગેરકાયદે રીતે રેતી રાજસ્થાનમાં સપ્લાય કરાય છે. વારંવાર રજૂઆતો છતાં બે-ચાર દિવસ બંધ રહી ફરી ચાલુ થઈ જાય છે. વિસ્તારના નાગરિકો સ્વોપયોગ કરતા હોય તો મોટા કાયદા-કાનૂન આડે લાવતી પોલીસ મસમોટી ચોરીઓ બાબતે ગર્ભિત મૌન સેવે છે. આ અંગે ઉચ્ચસ્તરેથી ખેરોજ પોલીસ પર મોટી તપાસ કરે તો ઘણું તથ્ય બહાર આવે એમ છે.

અન્ય સમાચારો પણ છે...