તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખેડબ્રહ્મામાંથી ચોરીની 6 બાઇકો સાથે કોટડા ગેંગનો કિરણ ઉર્ફે કિરીયો ઝબ્બે

ખેડબ્રહ્મા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મામાંથી બાઇક ચોર ઝબ્બે. - Divya Bhaskar
ખેડબ્રહ્મામાંથી બાઇક ચોર ઝબ્બે.
  • ડેપોમાંથી દબોચ્યો, બનાસકાંઠાના દાંતીવાડામાંથી પાંચ બાઇક ચોર્યા

ખેડબ્રહ્મા પી.એસ.આઈ વિશાલભાઈ બી. પટેલ અને સ્ટાફ સાથે ખડેબ્રહ્મા બસ સ્ટેન્ડમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાનની બાઇક ચોરીઓ કરતી ગેંગનો કિરણભાઇ ઉર્ફે કિરીયો દોલકાભાઇ સનાભાઇ પારઘી (25) રહે.સડા તા.કોટડા(છાવણી) જી.ઉદેપુર રાજસ્થાનને ચોરીના બાઇક સાથે બસ સ્ટેશનમાંથી પકડી તેની બાઇક MH-42-AJ-8811 નું પોકેટ કોપ મોબાઇલ અંતર્ગત ઓનલાઇન ચેક કરતાં આ બાઇક ચોરી થયા અંગે ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતાં અન્ય 5 બાઇકો મળી કુલ 6 બાઇકની રિકવર કરાયા હતા. સાબરકાંઠા તથા બનાસકાંઠા જિલ્લામાં સહ આરોપી જેઠાભાઇ પારઘી રહે.વડલા તા.કોટડા તથા દેવાભાઇ પારઘી રહે.સડા તા.કોટડા રાજસ્થાનવાળાઓ ચોરી કરી હતી.

પોલીસે રિકવર કરેલ બાઇકની વિગત

  • પેશન પ્રો બાઇક .GJ-09-CV-0976 મૂળ માલિક રમેશભાઇ મોતીભાઇ રબારી રહે.ગઢડા શામળાજી તા.ખેડબ્રહ્મા
  • હીરોહોન્ડા કંપનીનું CD DELUXE GJ-08-N-9771 નું દાંતીવાડા, બનાસકાંઠાથી ચોરાયેલું
  • પેશન પ્લસ GJ-08-H-909 દાંતીવાડાથી ચોરાયેલું
  • કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર પ્લેટ લગાવેલ ન હતી જે દાંતીવાડાથી ચોરી કર્યું હતું
  • કાળા કલરનું HFDELUXE GJ-08-BL-4755 દાંતીવાડાથી (મૂળ માલીક મનીષકુમાર કાન્તિલાલ પચાંલ રહે.દાંતીવાડા)
અન્ય સમાચારો પણ છે...