ફરિયાદ:ખેડબ્રહ્માના ગલોડીયા ગામે મનાઇ હુકમ છતાં ખેતરમાં પ્રવેશી ભેલાણ કરી કબ્જો કરી લીધો

ખેડબ્રહ્મા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટ્રોસિટીના કેસ કરવા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા 21 સામે ફરિયાદ

ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામે વેચાણ દસ્તાવેજથી રાખેલ જમીન પર વેચાણ કર્તાઓને કોર્ટે પ્રવેશ ઉપર મનાઈ હુકમ ફરમાવેલ હોવા છતાં જમીનમાં પ્રવેશ કરી ખેતીમાં ભેલાણ કરી 50 હજારનું નુકશાન કરતાં જમીન માલિકે ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગલોડીયા ગામના જિગરકુમાર વિનોદભાઇ પટેલના દાદા પટેલ ફલજીભાઇ કાલીદાસ એ વર્ષો પહેલા ખાતા નં.653ના ખેતી સર્વે નં.457 (જેનો સર્વે નં .96) પૈકીની રજિસ્ટર દસ્તાવેજથી જેઠાભાઇ ચેનવા પાસેથી વેચાણ રાખી હતી અને ત્યાર બાદ તેમના વારસદારો વર્ષોથી ખેતી કરે છે. પણ આ જમીન ઉપર વેચાણકર્તાના વારસદાર ચેનવા કચરાભાઇ જેઠાભાઇએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરતાં આ જમીન અંગે ખેડબ્રહ્મા નાયબ કલેક્ટરે ફલજીભાઇ પટેલે વેચાણ રાખેલ હોઇ ગેરકાયદેસરનો કબ્જો સાબિત થયેલ ન હોઇ લેન્ડ ગ્રેબીગ એક્ટ 2020 હેઠળની અરજી દફ્તરે કરી હતી. અને જમીન બાબતે સીવીલ કોર્ટમાં દાવા દાખલ થયેલ હતા. જે દાવાઓ રદ કરવા હુકમ કરેલ અને આ જમીનમાં વેચાણ કર્તાઓને કોઇપણ સભ્ય સદર જમીનમાં પ્રવેશ કરવો નહીં અને કોઈ નુકશાન કરવું નહીં તેવો હુકમ કર્યો છે.

પંરતુ છેલ્લા 4-5 દિવસોથી ચેનવા કચરાભાઇ જેઠાભાઇ તથા તેમના કુટુંબીજનો મળી આ જમીનની વચ્ચે આવેલ કુવા ખરાબાની બીનવપરાશમાં તંબુ બાંધી રહેવાનું ચાલુ કરેલ હોઇ અને ગત તા.10/11/21ના રોજ રાત્રીના સમયે જમીનમાં કચરાભાઇ જેઠાભાઇ ચેનવા તેમના કુટુંબના માણસો સાથે આ જમીનનો કબજો લેવાના ઇરાદે પ્રવેશ કરી જમીનમાં વાવેલ ઘઉંનું ભેલાણ કરી ખેડી નાખી તેમણે તેમના ઘઉંનું વાવેતર કરી આશરે રૂ.50 હજારનું નુકશાન કર્યું હતું. જેથી ગામના લોકોને સમાધાન માટે આવતા અપશબ્દો બોલી આ જમીન અમારા બાપદાદાની છે અને આ જમીનમાં આવ્યા છો તો અમે એટ્રોસિટીના કેસો કરીશું અને આ જમીનમાં જે આવશે તેને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા પટેલ જિગરકુમાર વિનોદભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

આ 21 જણા વિરુદ્ધફરિયાદ નોંધાઇ
કચરાભાઇ જેઠાભાઇ ચેનવા, હરીભાઇ મોતીભાઇ ચેનવા, સેંધાભાઇ કચરાભાઇ ચેનવા, ગોવિંદભાઈ કચરાભાઇ ચેનવા, શાન્તાબેન કચરાભાઇ ચેનવા, લીલીબેન હરીભાઇ ચેનવા, સુખીબેન ભીખાભાઇ ચેનવા, સુરેખાબેન નટુભાઇ ચેનવા, રાજેશભાઇ મોહનભાઇ ચેનવા, ભીખાભાઇ બાદરભાઇ ચેનવા, બાબુભાઇ બાદરભાઇ ચેનવા, જશીબેન બાબુભાઇ ચેનવા, પંકેશભાઇ બાબુભાઇ ચેનવા, ટમાભાઇ મોહનભાઇ ચેનવા, નટુભાઇ મોતીભાઇ ચેનવા, કચરાભાઇ જેઠાભાઇ ચેનવા, દિનેશભાઇ કચરાભાઇ ચેનવા, મોહનભાઇ જેઠાભાઇ ચેનવા, બેચરભાઇ મોહનભાઇ ચેનવા, જશુભાઇ બાદરભાઇ ચેનવા, જશીબેન જશુભાઇ ચેનવા (રહે. તમામ રહે. ગલોડીયા તા. ખેડબ્રહ્મા)

અન્ય સમાચારો પણ છે...