તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ખેડબ્રહ્માના ભીમપગલા ગામમાં આઝાદીના દાયકાઓ બાદ નળજોડાણથી પાણી અપાયું

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગામમાં નળમાંથી પ્રથમવાર પાણી આપતાં પાણી પી બાળકો ખુશ ખુશ થઇ ગયા હતા. - Divya Bhaskar
ગામમાં નળમાંથી પ્રથમવાર પાણી આપતાં પાણી પી બાળકો ખુશ ખુશ થઇ ગયા હતા.
 • સરપંચે રજૂઆત કરતાં વાસ્મો યોજના અંગર્તત પાઇપલાઇન નંખાઇ

ખેડબ્રહ્માના ભીમપગલામાં આઝાદ થયાના વર્ષો બાદ સરપંચે રજૂઆત કરતાં વાસ્મો યોજના અંતર્ગત ગામમાં પાણીની પાઇપ લાઇન નાખતા નળ લગાવી પાણી પુરૂ પાડતા લોકોઆ આનંદ ફેલાયો છે.ખેડબ્રહ્માની ગઢડા પંચાયતમાં આવેલ ભીમપગલામાં દાયકાઓ બાદ નળ જોડાણ આપી પાણી પૂરું પાડવાનું કામ પૂર્ણ કરાયું છે. ખેડબ્રહ્મા તાલુકાની ગઢડા શામળાજી ગ્રુપ ગ્રામ પંચાયતમાં દૂધળી, ગઢડા, ભીમ પગલાં, લાંક, ધોળી ગામો આવેલા છે. આ બધા ગામો ધરોઈ જલાગર યોજનાની નજીકમાં વસેલા હોવા છતાં વર્ષોથી પાણી માટે ઝઝૂમી રહ્યા હતા.

ગઢડા શામળાજી પંચાયતમાં સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણની માંગણીને ધ્યાને લાઈ વાસ્મો યોજના અંતર્ગત ભીમપગલાં ગામમાં જળ અને સ્વચ્છતા સમિતિ બનાવાઇ હતી. જેના દ્વારા પાંચ લાખના ખર્ચે પાણીનો ટાંકો બનાવાયો હતો અને પાણી પુરવઠા દ્વારા ઊંચીધનાલ તાબામાં આવતી પાણી લાઈનને 3 કિમી સુધી લંબાવી પહોંચાડતા ગામમાં 50 ઠાકોર પરિવારોમાં પહેલીવાર પાણી આવ્યું હતું.

ગામ લોકો ટેકરા પરથી પાણી લાવતા
ભીમપગલા ગામ ડેમ નજીક આવેલ હોવા છતાં ગામ લોકો વર્ષોથી ડેમની વચ્ચે આવેલ એક ટેકરા ઉપર કૂવો છે તેમાંથી પાણી લાવતા હતા. જ્યારે ડેમ ભરાતો હતો ત્યારે નાવડીમાં બેસી કૂવા પરથી પાણી લાવવું પડતું હતું. જેનાથી છૂટકારો મળતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો