તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તમ કામગીરી:ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ NQAS સર્ટિફિકેટ મેળવી રાજ્યમાં બીજા ક્રમે

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ દ્વારા કોરોના કાળમાં કરવામાં અાવેલ ઉત્તમ કામગીરી અને વર્ચુયલ ઇન્સ્પેક્શનમાં ક્વોલિટી કામને પગલે રાષ્ટ્રીય કક્ષાનું N.Q.A.S સર્ટિફિકેટ આપ્યું હતુ. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતિય N.Q.A.S. ક્વોલીફાઈડ હોસ્પિટલનું સર્ટીફીકેટ મેળવનાર હોસ્પિટલ બની છે.

આ કામગીરી માટે જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માના તમામ સ્ટાફ, ક્વોલીટી મેડિકલ ઓફિસર દેવશીશ ત્રિવેદી, અધિક્ષક ડો. હિતેશ બ્રહ્મભટ્ટ, વહીવટી તંત્રની મહેનત અને રાતદિવસ જોયા વિના કરેલ સખત પરીશ્રમનુ પરિણામ છે. ઉપરાંત ચાલુ વર્ષે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે હિંમતનગર મુકામે ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના હસ્તે “AB-PMJAY-1Aની સમગ્ર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માને એપીસીએરાન એર્વોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...