તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેડબ્રહ્મામાં સ્ટેશન વિસ્તારમાં નગર પાલિકાએ કાચા-પાકા દબાણો દૂર કર્યા

ખેડબ્રહ્મા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા પાલિકાએ સ્ટેશન વિસ્તારમાં કાચા અને પાકા દબાણો દૂર કર્યા હતા. - Divya Bhaskar
ખેડબ્રહ્મા પાલિકાએ સ્ટેશન વિસ્તારમાં કાચા અને પાકા દબાણો દૂર કર્યા હતા.
 • અગાઉ નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતાં કાર્યવાહી

ભાસ્કર ન્યૂઝ |ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા સ્ટેશન વિસ્તારમાં રસ્તાઓ બનાવવાનું શરૂ કરતાં અગાઉ નોટિસો આપી હોવા છતાં દબાણ ન હટાવતાં પાલિકાએ બંદોબસ્ત સાથે કાચા અને પાકા દબાણો હટાવ્યા હતા. ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા સ્ટેશન વિસ્તારમાં નગણેશ્વરી પેટ્રોલપંપ પાછળનો વિસ્તાર અને ચંપાલપુર વસાહતમાં નવીન રસ્તા બનાવવાનું કામ શરૂ કરાયું હતું. ત્યાંના રહીશો દ્વારા બનાવવામાં આવેલ ઓટલા, કાચા છાપરા, કોટ વગેરે દબાણમાં હતા. જે હટાવવા માટે નગરપાલિકા દ્વારા નોટિસો અપાઇ હતી. પરંતુ રહીશો દ્વારા દબાણો દૂર ન કરાતાં નગરપાલિકાએ જેસીબી લઇ દબાણો દૂર કર્યા હતા. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પી.એસ.આઈ. વિશાલભાઈ પટેલે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો