વિકાસ:ખેડબ્રહ્મા પાલિકા વિસ્તારમાં રૂ.908.36 લાખના કામોની સૈદ્ધાતિક મંજૂરી

ખેડબ્રહ્મા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડર ગ્રાઉન્ડ સમ્પ, રાઈઝીંગ પાઈપલાઈનો,ગ્રેવિટી-ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનો,પંપરૂમ મશીનરી સહિતની કામગીરી હાથ ધરાશે

ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ખેડબ્રહ્મા શહેર સુધારણા પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂ.908.36 લાખની સૈદ્ધાંતિક મંજૂરી સરકાર તરફથી આપી છે તેમ ખેડબ્રહ્મા ઼પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન પ્રવિણસિંહ ડી.સોલંકીના જણાવ્યું છે.

આ યોજના ધરોઈ ડેમ તથા સ્થાનિક કુવાના પાણી આધારિત છે જેમાં ખેડબ્રહ્મા વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીને પડતી તકલીફને ધ્યાને લઇ નવીન વિકસિત ઉન્ડવા વિસ્તાર, વાસણા રોડ વિસ્તાર, માતાજી મંદિર વિસ્તાર માટે 5.0 લાખ લીટરનો અંડર ગ્રાઉન્ડ સમ્પ, 3.0 લાખ લિટરની કેપેસિટીની 3 ઉંચી ટાકીઓ, જરૂરિયાત મુજબની રાઈઝીંગ પાઈપલાઈનો, ગ્રેવિટી-ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનો, પંપરૂમ, મશીનરી વગેરે કામગીરી કરાશે. ઉપરાંત ગામ વિસ્તારની લગભગ 40 વર્ષ અગાઉ નાખવામાં આવેલ સિમેન્ટની પાઈપલાઈનો બદલવાનું આયોજન કર્યું છે.

આ ઉપરાંત પેટાપરા ચીખલી વિસ્તાર માટે 10000 લીટરનો અંડર ગ્રાઉન્ડ સમ્પ, રાઈઝીંગ પાઈપલાઈનો ગ્રેવિટી-ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનો,પંપરૂમ મશીનરી વગેરેનો સમાવેશ કરોેલ છે.આ યોજના હાથ ધરવાથી આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે. યોજના મંજૂર કરાવવા પાલિકાના પ્રમુખ સાગરભાઈ પટેલ, ઉપપ્રમુખ જીગ્નેશભાઈ જોષી, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...