તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ખેડબ્રહ્મામાં પાક વીમાનું વળતર ન ચૂકવાતાં ખેડૂતો લાલઘૂમ થયા

ખેડબ્રહ્મા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકાના ચેરમેન-સેક્રેટરીઓની સભામાં રજૂઆત

ખેડબ્રહ્મા તાલુકાની સેવા સહકારી મંડળીઓ દ્વારા સને 2019-20 ના વર્ષમાં પાક વિમાનું વળતર ખેડૂતોને ના મળતાં તાલુકામાં રોષ ફેલાયો છે.

વર્ષ 2019-20માં તાલુકાની સેવા મંડળીઓ દ્વારા અડદ, મકાઈ, કપાસ, તુવર, અને મગફળી જેવા ખરીફ પાકોનું રૂ.2958000 જેટલી રકમ નું પાક વીમા પ્રીમિયમ ભરાયું હતું જેની વીમાની રકમ રૂ. ૧૩,૬૦,૭૮,૦૦૦ જેટલી થાય છે. પાક વીમાનું વળતર હજુ સુધી ચુકવાયું નથી.

ચર્ચા કરવા તથા આગળની કાર્યવાહી તાલુકાના ચેરમેન સેક્રેટરીઓની સભા બુધવારે બજાર સમિતિના સભાખંડમાં મળી હતી. ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી બાબુભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્નો અંગે માર્ગદર્શન તથા પાક વિમાના વળતર અંગે સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. સભામાં યાર્ડ ચેરમેન જસુભાઈ પટેલ, જિનના ચેરમેન પરસોતમભાઈ પટેલ, બેંકના ડિરેક્ટર શામળભાઈ પટેલ, ડેરીના ડિરેક્ટર બ્રિજેશભાઈ પટેલ, કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી બાબુભાઈ પટેલ, કિસાન સંઘના શામલભાઈ પટેલ, વકતાભાઈ પટેલ, જિ.પં.સદસ્ય શંકરભાઈ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો