ખેડબ્રહ્મા પોલીસથી મળતી વિગતો અનુસાર રમેશભાઈ જેઠાભાઇ વાઘેલા અને તેમના પત્ની ગાયત્રીબેન તથા બે બાળકો સાથે ખેડબ્રહ્મા માતાજી મંદિરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી પરત હિંમતનગર બસમાં બેસવા જતાં ભીડ હોવાથી બે એક વાગ્યાના સુમારે ગળામાંથી સોનાનું મંગળસૂત્ર કાઢી લેતાં ઘેર પહોંચ્યા બાદ ખબર પડતાં અને ઇડર પોલીસે ચેન સ્નેચીંગ કરતી ચાર મહિલાઓ સાથે બે બાળકોને પકડતાં રમેશભાઇ તેમની પત્ની સાથે જઇ તપાસ કરતાં અને પકડાયેલ મહિલાઓને જોતાં ગાયત્રીબેન બસમાં ચઢ્યા ત્યાં સુધી આ મહિલાઓ ફરતી હોવાનુ યાદ આવતા અને આજ મહિલાઓએ મંગળસૂત્ર ચોરી કર્યાની શંકા જતાં ફરિયાદ કરવાની કહેતા મંગળસૂત્ર તેમણે જ ચોર્યું હોવાનુ જણાવ્યું હતું અને પરત આપવાનુ કહ્યું હતું. આજદિન સુધી પરત ન આપતાં રમેશભાઇએ ખેડબ્રહ્મા પોલીસમાં આશાબેન જોગી, ગંગાબેન જોગી, આશાબેન રાજુભાઇ જોગી (રહે. બિછીવાડા રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.