તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખેડબ્રહ્મા નગરપાલિકાની 55 એકમોને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ, NOC નહીં રજૂ કરાય તો મિલકત સીલ કરાશે

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા નગરપાલિકાએ જુદા જુદા વાણિજ્ય એકમો, પેટ્રોલપમ્પ, હોસ્પિટલ, સ્કૂલ સહિત 55 એકમોને ફાયર સેફટી મુદ્દે નોટિસ ફટકારી છે. પાલિકા દ્વારા એન.ઓ.સી. નહીં રજૂ કરનાર એકમોની મિલકત સીલ કરવાની તાકીદ કરતાં એનઓસી વગરના એકમોના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખેડબ્રહ્મા પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આગ હોનારત તેમજ કુદરતી હોનારતને ધ્યાનમાં રાખીને શહેરના જાહેર એકમોમા એનઓસી ન ધરાવતાં એકમોના માલિકો સામે તવાઈ બોલાવી છે. ખેડબ્રહ્મા પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં 2 હોટેલ, 9 હેઝર્ડ અને હાઇહેઝર્ડ એકમો, 2 હાઇ રાઈઝ બિલ્ડીંગ, 10 મર્કન્ટાઇલ એકમો, 13 શૈક્ષણિક સંસ્થાઓ અને 18 હોસ્પિટલ સહિત 55 એકમોને નોટિસ આપવામાં આવી છે અને એન.ઓ.સી .મેળવી પાલિકામાં રજૂ કરવા તાકીદ કરાઇ છે. જેમાં 5 હોસ્પિટલોએ એન.ઓ.સી. રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...