ખેડબ્રહ્માથી ઇડર અને હિંમતનગર જનાર પેસેન્જર માટે પેટ્રોલ પમ્પ પાસે પિક અપ સ્ટેન્ડ બનાવવમાં આવ્યું છે. પણ તેમાં લગાવેલ પંખા બંધ હાલતમાં હોઈ લોકો પરેશાની વેઠી રહ્યાં છે. જે અહેવાલ આવ્યા બાદ તંત્રએ પંખા ચાલુ કરવાના બદલે કાઢી જ નાખ્યા છે.
ખેડબ્રહ્મા નગર પાલિકા ઘ્વારા પેટ્રોલપંપ પાસે લોકોની સુવિદ્ધા માટે પિક અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. સ્ટેન્ડ પર ઇડર, હિંમતનગર અમદાવાદ જવા માટે પેસેન્જર ઉભા રહે છે પણ આ કાળઝાળ ગરમીના પિકઅપ સ્ટેન્ડમાં લગાડવામાં આવેલ બે પંખા બંધ હાલતમાં છે. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાયો હતી. લોકોની માગણી હતી કે પંખા શરૂ કરવમાં આવે પંરતુ તંત્ર ઘ્વારા ના રહેગા બાસ ના બજેગી બાસુરીની નીતિ અપનાવી હોય એમ પંખા જ કાઢી નાખવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.