ચૂંટણી:ખેડબ્રહ્મા તાલુકામાં 15 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે

ખેડબ્રહ્મા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગ્યા છે જેમાં ખેડબ્રહ્મા તાલુકામાં 15 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.

રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે સોમવારે પંચાયત ચૂંટણી તારીખ જાહેર કરતાં જ મુરતિયાઓ થનગનવા લાગ્યા છે. ખેડબ્રહ્મા તાલુકામાં 15 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવશે જ્યારે પાંચ પંચાયતોમાં વોર્ડની અને એકમાં સરપંચની ચૂંટણી કરવામાં આવશે ખેડબ્રહ્મા તાલુકાની (1) દામાવાસ (2) દિધીયા (3) ગુંદેલ (4) આગિયા (5) ગઢડા શામળાજી (6) વાલરણ (7) અંબાઈગઢા (8) કલોલ (9) દેલવાડા (ચાં) (10) ગોતા (11) ગલોડીયા (12) દેરોલ (13) વરતોલ (14) નાકા (15) ગાડું ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે.

જ્યારે રુદ્રમાલાના વોર્ડ ન 8, પદરડીમાં વોર્ડ ન. 5 અને સરપંચ, કરૂન્ડા ગ્રામ પંચાયાતમાં વોર્ડ ન. 5 અને 7, નીચીધનાલ ગ્રામ પંચાયતમાં વોર્ડ નં 8 માં પેટા ચૂંટણી યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...