ચૂંટણી:ખેડબ્રહ્માની 14 પંચાયતોમાં આજે ચૂંટણી

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા તાલુકાની 14 પંચાયતોમાં આજે સરપંચ અને સભ્ય પદ માટે ચૂંટણી યોજાશે.14 ગ્રામ પંચાયતોમાં 56 મહિલાઓ અને 17 પુરુષો સરપંચના પદ માટે મેદાનમાં છે. 37 બુથ પર મતદાન કરાશે. 6 ચૂંટણી અધિકારી, 6 મદદનીશ ચૂંટણી અધિકારી અને 192 પોલિંગ ઓફિસર અને 23 રિઝર્વ સ્ટાફ સાથે 215 કર્મચારી મતદાન કરાવશે.

જેમાં 15772 પુરુષ અને 14896 મહિલા મતદારો મળી કુલ 30668 લોકો મત અધિકારનો ઉપયોગ કરશે. આગિયા, ગઢડા શામળાજી, દૂધલી, ગલોડીયા, શ્યામનગર અને દેરોલ(વા) પંચાયતને સંવેદનશીલ જાહેર કરાઇ છે. ખેડબ્રહ્મા અને ખેરોજ પોલીસ સ્ટેશનમાં 3 પીએસઆઈ, 38 પોલીસ, 31 જીઆરડી, 33 હોમગાર્ડ, 12 એસઆરપી જવાનો ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...