નિર્ણય:ખેડબ્રહ્મા મંદિરમાં નવરાત્રિમાં ભક્તો ગરબા રમી શકશે નહીં

ખેડબ્રહ્મા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા વર્ષે ભક્તો નિરાશ, પૂજા પાઠ રાબેતા મુજબ કરાશે

ખેડબ્રહ્મામાં આવેલ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરમાં નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેવાઇ છે. ગુરુવારના રોજ સવારે માતાજી મંદિરના ગર્ભગૃહમાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું ઘટ સ્થાપન કરાશે. જેને મંદિરના ત્રણ પૂજારી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરાવશે. બીજા વર્ષે માતાજીના મંદિરમાં નવરાત્રિમાં ભક્તો ગરબા રમી શકશે નહીંનો નિર્ણય મંદિર ટ્રસ્ટે કર્યો હતો.

મંદિરના ભટ્ટજી દશરથભાઈના જણાવ્યાનુસાર સવારે 7 અનાજ, ગૌશાળાની માટી અને છાણ લઈ જાવરા વવાશે. જેનું નવ દિવસ પૂજન કરાશે. નવરાત્રિ દરમ્યાન ભટ્ટજી ચંડીપાઠ કરશે અને માતાજીને 25 લિટર દૂધનો અભિષેક કરાશે. નવરાત્રિ દરમ્યાન સવારે 7 વાગે અને સાંજે 7 વાગે આરતી કરાશે જ્યારે આઠમના દિવસે સવારે 6 વાગે આરતી કરાશે અને તે દિવસે ભક્તોને ફક્ત 6 થી 9ના સમયગાળા દરમ્યાન પ્રદક્ષિણા કરવા દેવાશે. ત્યારબાદ હવન બપોરે 11 થી 4 સુધી કરાશે જે દરમ્યાન કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્યારબાદ ગાઈડલાઇન મુજબ ભક્તોને દર્શનનો લાભ મળશે.

મંદિરના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરના જણાવ્યાનુસાર છેલ્લા કેટલાય વર્ષોથી મંદિર પરિસરની બહાર ખુલ્લા ચોકમાં નવરાત્રિ યોજવામાં આવતી હતી જેમાં રાત્રે 9 થી 12 સુધી ડીજેના તાલે ખેલૈયાઓ રમઝટ બોલાવતા હતા અને ગરબા રમવા અને જોવા માટે 3 થી 4 હજાર માણસો એકઠા થતાં હતા. ગત વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રીનું આયોજન કરાયું ન હતું. ચાલુ વર્ષે નવરાત્રિ મંદિર પરિસરમાં કરાશે છે અને તે ફક્ત ગરબા કરાશે પણ ભક્તોને ગરબા રમવા દેવામાં આવશે નહી ફક્ત દર્શનનો લાભ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...