તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખેડબ્રહ્માની હરણાવ નદીમાં મકાનનો કાટમાળ નાખવાથી 100 મીટર પહોળાઈનો ભાગ પુરાયો

ખેડબ્રહ્મા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નદી પુરાતાં ચોમાસામા પાણી અન્ય તરફ વળે તો નુકશાન થાય. - Divya Bhaskar
નદી પુરાતાં ચોમાસામા પાણી અન્ય તરફ વળે તો નુકશાન થાય.
  • નદીમાં વધુ પાણી આવે બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ફરી વળવાની શકયતા

ખેડબ્રહ્મામાં હરણાવ નદી શહેરને જૂના અને નવા એમ બે ભાગમાં વહેચતી શહેરની મધ્યમાથી પસાર થાય છે.જેમાં મકાનોના કાટમાળ નાખવાથી 100 મીટરની પહોળાઈનો ભાગ પુરાણ થયો છે. નદી કિનારે આવેલ હનુમાનજી મંદિર પછી પશ્ચિમ બાજુ ગામ વિસ્તારવાળા ભાગમાં છેલ્લા કેટલાય સમયથી જૂના મકાનો અને ખાડા ખોદવાથી નીકળેલ માટી સહિતનો ખડકલો કરાઈ રહ્યો છે. જેને કારણે આ ભાગમાં નદી પુરાઈને ઊંચાઈ વધી ગઈ છે. નદીના પાણીના પ્રવાહની જગ્યા ઓછી થવાથી નદીમાં વધુ પાણી આવે તો સ્ટેશન વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ફરી વળે અને લોકોને નુકશાની વેઠવાનો વારો આવે તેમ છે.

જેથી કાટમાળ ન નાખવામાં આવે છે અને નદી ઊંડી કરવામાં આવે તે જરૂરી થઈ ગયુ છે. આ અંગે ખેડબ્રહ્મા પાલિકા સેનેટરી ઈન્સ્પેકટર નરેન્દ્રસિંહ પરમારના જણાવ્યાનુસાર ખેડબ્રહ્મા પાલિકા પાસે ભૂતકાળમાં વેસ્ટ નાખવા માટે જગ્યા નહતી એટલે લોકો નદીમાં કાટમાળ ઠાલવતાં હતા.

પરંતુ હવે શહેરના પૂર્વ ભાગમાં સર્વે નં.158 પૈકીની જમીનમાં ઘન કચરાની સાઇટની પાસે કન્ટ્રકશન એન્ડ ડિમોલેશન વેસ્ટની જગ્યા ફાળવી દેવાઈ છે અને પાલિકા દ્વારા લોકોના પાસેથી ટ્રેક્ટર દીઠ રૂ.1500 મુજબ ફી લઈ કાટમાળ લઈ જશે અને કોઈને પુરણી કરવાની જરૂર પડે ત્યારે અહીંથી રૂ.1500 મુજબ કાટમાળ પુરાણી માટે અપાશે જેથી પાલિકાને આવક પણ થશે અને કાટમાળનો નિકાલ પણ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...