હાલાકી:ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં દૈનિક ટ્રાફિક સમસ્યાની દુકાનદારો - લોકોને પરેશાની

ખેડબ્રહા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેશન વિસ્તારમાં રોજની સમસ્યાની હાલાકી સર્જાય છે. - Divya Bhaskar
સ્ટેશન વિસ્તારમાં રોજની સમસ્યાની હાલાકી સર્જાય છે.
  • પાર્કિંગની વ્યવસ્થાન હોવાથી લોકો ગાડીઓ મનફાવે તેમ મૂકી જતા રહી છે

ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારમાં રોજ ટ્રાફિક થતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, સ્ટેશન વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી લોકો ગાડીઓ મનફાવે તેમ મૂકી જતાં રહેતા દુકાનદારો પણ પરેશાન થઇ રહ્યા છે. ખેડબ્રહ્મામાં શેઠ કે.ટી.હાઇસ્કૂલથી લઈ રેલ્વેસ્ટેશન અને રેલ્વે સ્ટેશનથી પેટ્રોલપંપ સુધી દરરોજ ટ્રાફિક થાય છે. હાલમાં લગ્ન સિઝનમાં લોકો કપડાં અને સોના ચાંદીની ખરીદી માટે આવે છે. ત્યારે રેલ્વે સ્ટેશનથી દવે હોસ્પિટલ સુધી કાપડ અને સોની માર્કેટ હોઇ ગાડીઓના ખડકલા જોવા મળી રહ્યા છે.

લોકો પોતાની ગાડીઓ ગમે ત્યાં પાર્ક કરી જતાં રહે છે. ઉપરાંત સરદાર ચોકથી પેટ્રોલપંપ રોડ ઉપર તા.પં, તાલુકા ખરીદ વેચાણ સંઘ,સહિત અન્ય કચેરીઓ અને તમામ બેન્કો આવેલ હોય આ રોડ પર કાયમી ટ્રાફિકજામ થાય છે. સાંજના સમયે લક્ષ્મીપુરા ચાર રસ્તા પર ખાણી પીણીની લારીઓનો અડિંગો જામી જતાં જનરલ હોસ્પિટલ જવા 108ને પણ ટ્રાફિક ખુલ્લો થવાની રાહ જોવી પડે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પાલિકા પાસે ના તો પાર્કિંગની વ્યવસ્થા છે. ના ટ્રાફિક હાલ કરવા કોઈ નીતિ જેને લઈ હેરાન થવાય છે. પાલિકા ટેક્સ ઉઘરાવે છે પણ સમસ્યા દૂર કરવામાં ઉણી ઉતરી છે.

અન્ય સમાચારો પણ છે...