તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ખેડબ્રહ્મા તાલુકામાં 4 દિવસમાં કોરોના 100 ની પાર

ખેડબ્રહ્મા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા લાઈનો લાગી, સોશિયલ ડિસ્ટન્ટન્સ જળવાયુ ન હતું - Divya Bhaskar
ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા લાઈનો લાગી, સોશિયલ ડિસ્ટન્ટન્સ જળવાયુ ન હતું
 • શનિવારે આવેલા વધુ 20 કેસમાં બે વર્ષના બાળક સહિત પરિવારના 4 જણા સંક્રમિત થયા

ખેડબ્રહ્મા તાલુકામાં 4 દિવસમાં કોરોનાના કેસો 100 ની પાર પહોંચી ગયા છેે શનિવારે માણેકચોકમાં એક જ ઘરમાં બે વર્ષના બાળક સહિત ચારને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં છેલ્લા 4 દિવસમાં જ કોરોનાના કેસોનો ઢગલો થઈ ગયો છે. તંત્ર દ્વારા શહેરમાં 7 જેટલી જગ્યાઓ પર ટેસ્ટીંગ સાઇટો શરૂ કરી દેવાઇ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં ખેડબ્રહ્મા તાલુકામાં છેલ્લા 4 દિવસમાં કોરોનાનો આંકડો 100 ને પાર થઈ ગયો છે. ખેડબ્રહ્મા તાલુકાની જનરલ હોસ્પિટલની ફીવર ઓ.પી.ડી.માં પોઝિટિવ કેસો સામે આવ્યો છે. શહેરના માણેકચોકમાં એક જ ઘરમાં બે વર્ષના બાળક સહિત ચાર જણા સંક્રમિત થયા છે. બાળકને હોમ આઇસોલેટ કરાયો છે તેમજ ત્રણ દર્દીને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શહેરમાં શાળા-1, રાધાકૃષ્ણ મંદિર, સ્ટેશન વિસ્તારમાં સ્વામિવિવેકાનંદ હૉલ, અર્બુદા મંદિર, શેઠ કે.ટી.હાઇસ્કૂલ, આંજણા સમાજવાડી સહિતની જગ્યાઓ પર રસીકરણ અભિયાન શરૂ કરાયું છે.શનિવારે 300 લોકોએ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો