તપાસ:ખેડબ્રહ્માના ચીખલા ગામમાં મારા ગલ્લે કેમ આવ્યો હતો કહીને માર મારતાં ફરિયાદ

ખેડબ્રહ્મા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે ચાર શખ્સો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ખેડબ્રહ્માના ચીખલા ગામમાં ચાર શખ્સોએ મારા ગલ્લે કેમ આવ્યો હતો કહીને માર મારતાં અમરતભાઈએ ચારેય જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. 7 જાન્યુઆરીએ અમરતભાઈ સાંજના ચારેક વાગે ઘરેથી ખેડબ્રહ્મા જવા નીકળ્યા હતા અને તેમના પિતાની ટ્રેલરની દુકાને ઊભા હતા ત્યારે કૃષ્ણભાઇનુ મકાન દુકાનની બાજુમા આવેલ હોઇ તેને ઘ૨ આગળ ઉભો જોતા તેને બુમ પાડી કહ્યુ હતુ કે મે તને ના પાડેલ છે છતા તુ કેમ મારા દુકાને બેઠેલ હતો જેથી કૃષ્ણભાઇએ અપશબ્દો બોલી હોકી લઇને દોડી આવી અમરતભાઈના માથામા મારી દીધી હતી.

જેથી તે નીચે પડી જતા કૃષ્ણભાઇનો દિકરો કરણભાઇ તથા વિષ્ણુભાઇ અશોકભાઇ ડાભી બંને જણા હાથમાં લાકડીઓ લઇ આવી અમરતભાઈને માર મારવા લાગ્યા હતા. કૃષ્ણભાઇની પત્ની શારદાબેને પણ આવી માર મારવા લાગતાં અમરતભાઈએ બૂમાબૂમ કરતાં તેમની પત્ની દિવાબેન આવી જઇ છોડાવવા વચ્ચે પડતા દિવાબેનને પણ માર માર્યો હતો. અમરતભાઈનો દિકરો અને દિકરી તથા રાહુલભાઇ વિઠ્ઠલભાઈ ડાભીએ આવી વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...