આચાર્યની બેદરકારી:ખેડબ્રહ્માની સૂકાઆંબા શાળામાં વ્યવસ્થાના અભાવે બાળકો ઘરેથી પાણી લાવવા મજબૂર

લાંબડીયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રા.પં.દ્વારા બોર અને ટાંકીની વ્યવસ્થા કરવા છતાં કનેક્શન આપવાનું બાકી

ખેડબ્રહ્મા તાલુકાની અને ખેરોજ જૂથની અંબાજી હાઇવે પર આવેલી સૂકાઆંબા પ્રાથમિક શાળામાં ઘણા સમયથી શાળાના બાળકો છતે પાણીએ પાણી વિના ટરવળી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા ચાર-ચાર બોર કરીને શાળા માટે પાણીની પૂરતી વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી છે.

શાળામાં પાણીની ટાંકી અને પાઇપલાઇન પણ તૈયાર હોવા છતાં માત્ર કનેક્શન આપવાનું બાકી હોય શાળાના આચાર્યની બેદરકારીને લીધે શાળાના બાળકો બહારથી પાણી લાવવા મજબૂર બને છે. આચાર્યની શાળામાં અનિયમિતતા તેમજ શાળા કાર્યમાં બેદરકારી બાબતે અને ગામલોકો સાથે અસહકાર તેમજ પોતાની નિષ્ક્રિયતાના લીધે સતત વિવાદમાં રહે છે. ભૂતકાળમાં પણ ગામલોકોએ આ બેદરકાર આચાર્ય બાબતે ઉચ્ચસ્તરે રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...