તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેડબ્રહ્મામાં રેલવે સેવા ચાલુ કરવા ભાજપે સાંસદને આવેદન પાઠવ્યું

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રોડગેજમાં રૂપાંતર કરાતાં 3 વર્ષથી ટ્રેન બંધ કરાઇ છે

અમદાવાદથી ખેડબ્રહ્મા મીટરગેજ રેલ્વે લાઇન છેલ્લા ત્રણ વર્ષથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાના કારણસર હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી બંધ કરાઇ છે. સાથે રેલવે પાટા પણ કાઢી નાખ્યા છે. સત્વરે ટ્રેન ચાલુ થાય અને ખેડબ્રહ્મા તાલુકાને બ્રોડગેજ રેલવેનો લાભ મળે તે માટે ભાજપના ખેડબ્રહ્મા શહેર પ્રમુખ દ્વારા આવેદન અપાયું હતું.

અગાઉ ખેડબ્રહ્માથી દરરોજ બે રેલવેની ટ્રીપ અમદાવાદ જતી હતી. જે બંધ થતાં જનતાને તેમજ યાત્રાળુઓને મુસાફરી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સત્વરે લાગણી અને માગણીને ધ્યાનમાં લઇ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ને રજૂઆત કરાઇ હતી. આવેદન આપવા માટે ભાજપના શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી પ્રશાંત પટેલ અને રાજેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય અને સિંચાઇ ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ, સદસ્ય બ્રિજેશ બારોટ તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...