ખેડબ્રહ્મા તાલુકાના વાલરણ ગામે બળદ બાંધવા બાબતે ઝઘડો કરી શખ્સ પર દાતરડાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બે સામે ખેડબ્ર્મા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર વાલરણ ગામમાં ગત 12 એપ્રિલના રોજ જશીબેન જગાભાઈ ચૌહાણ પોતાના ખેતરમાં બળદ બાંધવા ગયેલ હતા તે દરમ્યાન ઉપેન્દ્રભાઇ સોમાભાઇ ડાભીએ આવી કહેલ કે તે અમારા ખેતરમાં બળદ ઘઉં કેમ ખવડાવી દીધેલ છે
તેમ કહી ધક્કો મારી જમીન ઉપર પાડી દઇ ગડદાપાટુનો માર મારી તથા સમીબેન ઉપેન્દ્રભાઇ સોમાભાઇ ડાભીએ તેના હાથમાનું દાતરડુ ડાબા હાથે મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તથા કલ્પેશભાઈ આ બાબતે ઠપકો કરવા જતા તેને પણ બંને જણાએ ગડદાપાટુનો માર મારી છુટાપથ્થરો મારી જશીબેન અને હેમંતભાઇ વીરાભાઇ ચૌહાણ રહે.વાલરણનાઓના ડાબા હાથે ઇજાઓ પહોંચાડી જિલ્લા મેજીસાના જાહેર નામાનો ભંગ કરી ગુનો કરતાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.