તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીનામું:ખેડબ્રહ્મા નગરપાલિકાના બાંધકામ સમિતિના સદસ્યનું રાજીનામું મંજૂર

ખેડબ્રહ્મા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર વ્યવસ્થા ચેરમેન આપેલું રાજીનામું નામંજૂર

ખેડબ્રહ્મા પાલિકામાં ગત સપ્તાહમાં બાંધકામ સમિતિના ચેરમેને રાજીનામું આપ્યા બાદ મંગળવારે મહિલા સભ્યએ ગટર વ્યવસ્થા ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું પણ બુધવારે પાલિકાના પ્રમુખે બાંધકામ સમિતિના ચેરમેનનું રાજીનામું મંજૂર કર્યું જ્યારે ગટર વ્યવસ્થા ચેરમેનનું રાજીનામું ટેકનિકલ બાબતો આધારે નામજૂર કર્યું હતું.

ખેડબ્રહ્મા પાલિકામાં ભાજપના 14 અને કોંગ્રેસનાં 14 સભ્યો જીત્યા હતા.પ્રથમ અઢી વર્ષ માટે ભાજપ સત્તામાં હતું અને અઢી વર્ષ બાદ પ્રમુખની ચૂંટણીમાં ભાજપના બે સભ્યો ઘેર હાજર રહેતા કોંગ્રેસે સત્તા મેળવી હતી.એક વર્ષના ગાળામાં ભાજપમાંથી આવેલ પ્રજાપતિ દશરથભાઈ કાળુજીએ બાંધકામ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.

જેને બુધવારે પાલિકા પ્રમુખ સાગરભાઈ પટેલ દ્વારા મજૂર કર્યું છે. દશરથભાઈને આક્ષેપોના જવાબ આપતા સાગરભાઈએ પાલિકામાં કામ સરકાર દ્વારા નક્કી કરેેલ પધ્ધતિ મુજબ જ કરેે છે. તેમાં કોઈ ખોટું કરાતું નથી દશરથભાઈના આક્ષેપ ખોટા છેે. જ્યારે મંગળવારે વોર્ડ 7ના મહિલા સદસ્ય આશબેન રાકેશકુમાર ભાંભીનું રાજીનામામાં કોઈ સ્પષ્ટતા ન હોઈ અને મહિલા સદસ્યાએ પોતાનું રાજીનામું પરત ખેંચવાનું જણાવતા રાજીનામું નામજૂર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...