તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાણી અને પુરવઠાની બેઠકમાં ધારાસભ્ય અશ્વિન કોટવાલને ન બોલાવતાં આવેદન

ખેડબ્રહ્મા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્મામાં બેઠકમાં ન બોલાવતાં તાલુકા કોંગ્રેસની રજૂઆત

ખેડબ્રહ્મામાં સોમવારે મળેલ પાણી પુરવઠાની બેઠકમાં ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલને ન બોલાવતાં પ્રોટોકોલનો ભંગ થતાં તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈના જણાવ્યાનુસાર સોમવારે પાણી પુરવઠાની બેઠક બોલાવાઇ હતી. જેમાં અધ્યક્ષ તરીકે સાંસદ રમીલાબેનબારાનું નામ છે. જે બેઠકમાં ખેડબ્રહ્મા તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

પણ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલને બોલાવવામાં આવ્યા નથી. પ્રોટોકોલ મુજબ તેમને બોલાવવાના હોય છે પણ રાજકીય કિન્નાખોરી રાખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત આ મિટિંગ માટે વોટ્સએપથી મેસેજ અને ફોન કરી બોલાવવામાં આવ્યા છે. આ મિટિંગ 3 માસ પહેલા બોલાવાઇ હોત તો પાણીના પ્રશ્નો હલ થઈ શકત પણ આ ચોમાસાની શરૂઆતમાં જ બેઠક બોલાવવાથી કોઈ પ્રશ્ન હલ થાય એમ નથી. આ ઉપરાંત મિટિંગ કોના દ્વારા બોલાવાઇ છે તેનો પણ ઉલ્લેખ કરાયો નથી માટે કોંગ્રેસ કાર્યકરો આ બેઠકનો વિરોધ કરી રહ્યા છે અને પ્રોટોકોલ ન જળવાતાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...