તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:ખેડબ્રહ્મામાં વોર્ડ નં- 7 માં રોડ ન બનાવતાં આવેદન

ખેડબ્રહ્મા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 માસ અગાઉ કામ મંજૂર કરાયુ હતું

ખેડબ્રહ્માના વોર્ડ- 7 માં 14 માસ આગાઉ રોડના બનાવાનો ઓર્ડર આપી દેવાયો હોવા છતાં કામ ન કરતાં ભાજપના સદસ્યોની ઉપવાસ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકરીને જાણ કરાઇ છે.

ખેડબ્રહ્માના વોર્ડ- 7 માં ચાંપલપુર વિસ્તારમાં જૂનો માર્ગને નવીન બનાવવાું કામ 14 માસ અગાઉ મંજૂર કરાયું હતું. પાલિકા દ્વારા ભેદભાવ રાખી કામ અટકાવ્યું હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે. ચોમાસા પહેલા રોડ બનાવવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ છે અને ચીમકી ઉચ્ચારાઇ છે. 3 દિવસમાં રોડનું કામ શરૂ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...