રોષ:ચાંપલપુર વસાહત પ્રા.શાળાના અપડાઉન કરતાં શિક્ષકોની અનિયમિતતાથી રોષ

ખેડબ્રહ્મા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નામ પૂરતું ક્વાર્ટર્સ રાખી તંત્રની આંખોમાં દૂધ નાખી રહ્યા છે : વાલીઓ

ખેડબ્રહ્માની ચાંપલપુર વસાહત પ્રાથમિક શાળાના શિક્ષકો તેમને ફાળવેલ ક્વાર્ટર્સમાં રહેતા ન હોવાની અને શાળામાં નિયમિત આવતા ન હોવાની બૂમ ઉભી થતાં શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરી દાખલારૂપ કામગીરી કરવા વાલી ઓની માંગ કરી છે.

ચાંપલપુર વસાહત પ્રાથમિક શાળામાં 12 શિક્ષક-શિક્ષિકાઓ ફરજ બજાવે છે અપડાઉનીયા શિક્ષકોની અનિયમિતતાને કારણે બાળકોના શિક્ષણને પણ અસર થઇ રહી છે. ચાંપલપુર વસાહતના મોટા ભાગના પછાત વર્ગના બાળકો શાળામાં અભ્યાસ કરતા હોઇ તેમના ભવિષ્ય અને હિતને નજર અંદાજ કરાઇ રહ્યું છે. કેટલાક શિક્ષકો 8 કી.મી.ની મર્યાદાની જોગવાઇ હોવા છતાં લાંબા અંતરેથી અપડાઉન કરે છે.

શિક્ષકોની અનિયમિતતાથી રોષે ભરાયેલા વાલીઓએ જણાવ્યુ કે નામ પૂરતું ક્વાર્ટર્સ લઇને તંત્રની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે જેની તટસ્થ તપાસ થવી જોઇએ અને બાળકોના શૈક્ષણિક ભાવિનુ હિત જળવાઇ રહે તે માટે શિક્ષણાધિકારી દ્વારા દાખલારૂપ કાર્યવાહી જરૂરી બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...