તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ તસ્કરી:નવજાત બાળક ખરીદતાં ખેડબ્રહ્માના વાળંદ દંપતી સહિત 7 લોકોની ધરપકડ

ખેડબ્રહ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાની મહિલાના પતિએ પુત્રને વેચી માર્યું હતું
  • ખેડબ્રહ્માના શખ્સને લગ્નના 20 વર્ષે બાળક ન થતાં 50હજારમાં ખરીદ્યું હતું

ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ રોડ પર સલૂન ધરાવતા શખ્સને લગ્ન બાદ બાળક થતું ન હોઇ રાજસ્થાનથી બાળકની 50 હજારમાં ખરીદી કરતાં રાજસ્થાનની મહિલાની ફરિયાદના આધારે પોલીસ વાળંદ દંપતી સહિત 7 લોકોની ધરપકડ કરી હતી.

રાજસ્થાનના સદાના ગામની મહિલાને રાજસ્થાનના ઝાડોલના કુલદિપસિંહ ઇન્દ્રસિંહ રાજપૂતે લગ્ન કરીને પત્ની બનાવવાના બહાને એક વર્ષ માટે ખેરવાડામાં ભાડાના રૂમમાં રાખી મહિલાનું શોષણ કરતાં દરમિયાન મહિલાને 20 મે 2021 ના રોજ પુત્રનો જન્મ થયો હતો અને મા દીકરાને રાખવા માંગતો ના હોઇ અન્ય બે લોકોની મદદથી બાળક લઇ લીધું હતું.

જેથી મહિલાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરતાં કુલદિપસિંહે બાળક ગુજરાતમાં સારવાર માટે લઇ ગયો હતો અને ત્યાં મરણ ગયાનું જણાવતાં પોલીસને શંકા જતાં રાજસ્થાન પોલીસે તપાસ હાથ ધરતાં કુલદીપસિંહે બાળક રાજસ્થાનના દલાલ દંપતીના સંપર્ક થી ખેડબ્રહ્માના જતીન વાળંદને સંપર્ક કરતાં જતીન વાળંદ અને તેની પત્ની નિષાબેનના લગ્નના 20 વર્ષ બાદ પણ બાળક ના હોઈ બાળક 50 હજારમાં ખરીદેલ હોવાનું કબૂલ કરતાં રાજસ્થાન પોલીસે જતીન વાળંદ, નિશા વાળંદ, ખેડબ્રહ્માના રુદ્રમાળાના સંબંધી ગોવિંદભાઈ વાળંદ સહિત રાજસ્થાનના દલાલ દંપતી અને કુલદીપસિંહને માનવ તસ્કરી અંતર્ગત ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...