ઊજવણી:બડોલીમાં વિશ્વ ઓઝોન ડે ની ઊજવણી કરાઈ

બડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને પ્રમુખ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલીના સંયુક્ત ઉપક્રમે બુધવાર બડોલી સીએસસીમાં વિશ્વ ઓઝોન ડે ની ઊજવણી કરાઇ હતી.

કોરોના મહામારીને ધ્યાનમાં લેતા આ વખતે સીએસસીમાં ઓનલાઇન વિશ્વ ઓઝોન દિવસની ઊજવણી કરાઇ હતી. જેમાં ભૌતિક વિજ્ઞાનના નિષ્ણાંત શિક્ષક જીગરભાઈ સાલવી દ્વારા ઓનલાઇન પોપ્યુલર લેક્ચર દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ તથા વાતાવરણમાં ગરમી થવાના કારણો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ લેક્ચરમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...