નિર્ણય:ઇડરના દોલત ભવનમાં ચોરીઓ રોકવા માટે બે દરવાજા બનાવાશે

ઇડર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દોલત ભવનમાં બંને દરવાજાના માપ લેવામાં આવ્યા હતા. - Divya Bhaskar
દોલત ભવનમાં બંને દરવાજાના માપ લેવામાં આવ્યા હતા.
  • બારી બારણાંની ચોરી થઇ, ચોકીદાર મૂકાશે

તાજેતરમાં ઇડરિયા ગઢ પર આવેલ દોલત વિલાસ મહેલમાં લગાવેલ બારી બારણાં તેમજ લોખંડની હેવી એંગલોની ચોરી થઇ જતાં મહેલના બે દરવાજા બનાવી તેને તાળાં લગાવી સુરક્ષિત કરાવશે અને મહેલમાં ચોકીદાર મૂકવાનો પણ નિર્ણય કરાયો હતો.

ગઢ પર દોલત વિલાસ મહેલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભવનમાં લગવેલ બારી બારણાં તેમજ લોખંડની હેવી એંગલો સાથેનો સમાન ચોરાઈ જતાં આ અંગેની જાણ રાજેન્દ્રસિંહ ભાટી, રણવિજય સિંહ ચંપાવતને થતાં દોલત ભવનમાં કાનપુરના કારીગરની ટીમ સાથે મુખ્ય દરવાજા અને બહાર જવાના દરવાજાના માપ લઇ દરવાજા નવા બનાવી બંધ કરી દેવાશે. તેમજ દોલત ભવનમાં ચોકીદાર મૂકવાનો પણ નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...