તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બે બાઇક સામસામે ટકરાતાં બંને ચાલકોનાં મોત

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના કાનપુર-ગોરલ રોડ સોમવાર સાંજે અકસ્માત, ગોરલના બે શખ્સોના મોતથી ગામમાં શોક

ઇડરના ગોરલનું દંપતી સોમવારે સાંજે દીકરીના ખબર અંતર પૂછી કાનપુરથી બાઈક લઈ પરત આવી રહ્યું હતું. તે દરમિયાન ગોરલથી આવી રહેલ બાઇક સાથે ટકરાતાં બંને બાઈકચાલકોના ઘટનાસ્થળે મોત થયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કાનપુર ગોરલ રોડ પર લક્ષ્મણપુરા ગામ જવાના રસ્તા પાસે સોમવારે સાંજે સવા આઠેક વાગ્યાના સુમારે ખાંટ પૂંજાભાઈ અને તેમના પત્ની કૈલાશબેન તેમની દોહીત્રીને બાઇક નં. જી.જે-09-સી.બી-6495 પર લઈને ગોરલ પરત આવતા હતા. ત્યારે ગોરલના સતિષભાઈ દેવજીભાઈ પટેલ તેમનું બાઈક નં. જી.જે-09-સી.વી-5047 લઇને સામેથી અાવી રહ્યા હતા ત્યારે પૂંજાભાઈની બાઈકને ટક્કર મારતાં પૂંજાભાઈ અને સતિષભાઈ બંને રોડ પર પટકાતાં માથામાં ગંભીર ઇજાઓ થતાં બંનેના મોત થયા હતા. કૈલાશબેન અને તેમની દોહીત્રીને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ઇડર ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને મૃતકોનેપી.એમ અર્થે ઇડર સિવિલમાં ખસેડાયા હતા. કૈલાશબેને ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોરલના મૃતક ખાંટ પુંજાભાઈ એલઆઈસી વીમા એજન્ટ નું કામ કરી પોતાનું પરિવાર નું ગુજરાન ચલાવતા હતા. ગોરલના બે શખ્સોના અકસ્માતમાં મોતને પગલે ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.

ખેડૂતો દ્વારા બનાવેલા પાળા દૂર કરો: ગોરલ ડે. સરપંચ
ગોરલ પંચાયતના લેટર પેડ પર ડેપ્યુટી સરપંચ જીતુભાઇ દ્વારા લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરાઈ હતી કે કાનપુર ગોરલ રોડ હમણાં નવો બનવાયો છે અને રોડની બને સાઈડોમાં 1 મીટર ખુલ્લી જગ્યા રાખવાની હોય છે. જ્યારે લક્ષ્મણપુરાના ખેડૂતો દ્વારા રોડની સાઈડો પર પાળા કરી દેવાયા છે. જેના કારણે ગોરલના બે યુવાનોનાં મોત થયા છે. જેથી ગોરલ કાનપુર રોડ પર ખેડૂતો દ્વારા બનાવેલા મોટા પાળા દૂર કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...