પ્રકૃતિ પ્રેમ:ગઢ બચાવવા ઇડર સ્વયંભૂ જડબેસલાક બંધ રહ્યું

ઇડર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર શહેર સ્વયંભૂ જડબેસલાક રહેતા રસ્તા સૂમસામ બન્યા હતા. - Divya Bhaskar
ઇડર શહેર સ્વયંભૂ જડબેસલાક રહેતા રસ્તા સૂમસામ બન્યા હતા.
  • ઇડરના તમામ એસોસિએશન સહિત જનતાએ બંધને પ્રચંડ સમર્થન આપ્યું

ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા ગઢ બચાવવા ગુરૂવારે અપાયેલા બંધના એલાનના સમર્થનમાં ઇડરના તમામ વેપારી એસોસિયેશને ટેકો આપતાં ઇડર જડબેસલાક સ્વયંભૂ બંધ રહ્યું હતું. ગઢ બચાવવા ઇડર શહેરના કાપડ એસોસિએસન, વાસણ એસોસિએસન, સોનાચાંદી દુકાનદારો, સીડ્સ એસોસિએસન, તેમજ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ સમગ્ર વેપારીઓ દ્વારા દુકાનો જડબેસલાક બંધ રાખી હતી.

સ્વૈચ્છિક બંધ ને સમર્થન આપવા ગઢ પ્રેમી નટુભાઇ પંડ્યા, અંબાલાલભાઇ, ઇડર કોંગ્રેસના આગેવાન રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ કુંપાવત, એકતાબેન પટેલ, મુકેશભાઈ પરમાર, ઈદ્રિશભાઈ મેમણ, દિવાનજી ઠાકોર, ગઢ બચાવો સમિતિ સહિતે સમર્થન આપ્યું હતું.

જનતાએ સ્વયંભૂ બંધ આપ્યું છે
ગઢ બચાવો સમિતિના અંબાલાલ પટેલે જણાવ્યું કે સરકારમાં એમાં કોઈ વિભાગ નથી. તેમજ સીએમને પણ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે ત્રણ વર્ષ પછી જૂનમાં ફરી ખનન શરૂ થયું ઐતિહાસિક સ્થળ થી 200 મીટર દૂર થી ખનન શરૂ કરવા સરકાર તરફથી પરમિશન આપી છે. ઇડરની જનતાએ સ્વયંભૂ બંધ આપ્યું છે અમે કોઈને જબરજસ્તી નથી.

2016-17 માં આંદોલન ઉગ્ર થયુ હતું
ગઢ બચાવવા પ્રજાજનો અને આગેવાનો દ્વારા 2016માં આવેદન આપ્યા હતા. 2017માં આંદોલન શરૂ થયુ હતું અને 20 જાન્યુઆરી 2018 ઇડર તેમજ આજુબાજુના ગામોએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું માઇન્સ ધારકોએ ગઢ બચાવો સમિતિના લોકો ઉપર ફરિયાદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...