તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ પર ભારે મહિલાઓ:પોલીસ સાથે ઝપાઝપી કરી બુલેટચોરીના શકમંદને ત્રણ મહિલાઓ ભગાડી ગઇ

ઇડર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇડરમાં ભરબજારમાં પાલનપુર પોલીસના કબજામાંથી
 • બાઇકની આડશ કરી કારમાં ઉઠાવી ગઇ

ઇડરના ઓડામાં બુલેટચોરીના શકમંદને પાલનપુર પોલીસ ઓડા ગામમાંથી પોતાની કારમાં લઇ જઇ રહી હતી. દરમિયાના બે થી ત્રણ મહિલાઓ પોલીસ સાથે ઝપાઝપી કરી કારમાં શકમંદને લઇ ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી.ઓડાના બુલેટ ચોરી કેસના શકમંદને પાલનપુર ગ્રામ્ય પોલીસ ઓડામાંથી પોતાની કાર નં. જીજે 08 આર 6502માં પૂછપરછ માટે ઇડર લઈ આવી રહી હતી. ત્યારે ઓડા-ઇડર વચ્ચે શકમંદને છોડાવવા રસ્તામાં બાઇકની આડશ કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોકી શક્યા ન હતા.

પરંતુ ઇડર બજારમાં સંઘ આગળ બાઈકની આડશ કરી રોકી હતી. ત્યાર અન્ય કારમાં સવાર બે થી ત્રણ મહિલાઓ આગળ આવી પાલનપુર પોલીસ સાથે ઝપાઝપી કરી શકમંદને છોડાવી ને ફરાર થઈ હતી. પાલનપુર પોલીસે ઇડર પોલીસનો સંપર્ક કરતાં ઇડર પીએસઆઈ ચાવડા તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના ની માહિતી મળેવી ઓડામાં તપાસ અર્થે પહોંચી પોલીસે ઓડાના આગેવાનોને બોલાવી શકમંદ ને હાજર કરવા જણાવ્યું હતું.}પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો