કાર્યવાહી:જાલીયા ચારરસ્તેથી કતલખાને લઇ જવાતી ત્રણ ભેંસો પકડાઇ

ઇડર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાલાના ડ્રાયવર અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ઇડરના જાલીયા ચોકડી પાસે 4 યુવકો ઉભા હતા. તે દરમિયાન જાલીયા ચોકડીથી ફિચોડ બાજુ જતાં ડાલા ઉપર શક જતાં ઉભું રાખી પોલીસને જાણ કરતાં ડાલામાં કતલખાને લઈ જવાતી ત્રણ ભેંસો પકડાઇ હતી. પોલીસે 3 ભેંસો અને ડાલું સહિત 4.42 લાખના મુદામાલ સાથે બે જણને પકડ્યા હતા.

જાલીયા ચારરસ્તે શનિવારે સુવાસકુમાર મેઘજીભાઇ ચૌધરી, અનિલભાઈ કરનજી ચૌહાણ, જયેશભાઇ અને હિમાંશુ ચૌધરી ઉભા હતા. તે દરમિયાન ચાર રસ્તે ડાલુ નં. જીજે 09 એયુ 3032 પર શંકા જતાં ઉભુ રખાવી જાદર પોલીસમાં જાણ કરતાં પોલીસના જશવંતભાઇ અને દિગ્વિજયસિંહે તપાસ કરતાં ડાલામાં ત્રણ ભેંસો ખીચોખીચ બાંધેલી હતી.

ડાલાના ડ્રાઈવરનું નામ પૂછતાં શાહરુખભાઇ નાથુભાઈ મુલતાની રહે. છાપરીયા હિંમતનગર અને કંડક્ટર તરીકે બેઠેલા યુવકનું નામ મોઈનહુસેન સદીક્ભાઇ સૈયદ હિંમતનગર હતું. બંનેને પૂછતાં ભેંસો હિંમતનગરથી ભરી છે અને ખેરાલુ લઈ જવાની છે. પોલીસે 4.42 લાખનો મુદામાલ ઝડપી ભેંસોને ઇડર પાંજરાપોળમાં મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...