ચોરી:ઇડરના દેત્રોલી ગામની સીમમાં વાડામાંથી રાત્રે 30 ઘેટાં ચોરાયાં

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલક રાત્રે 120 ઘેટાં વાડામાં બાંધ્યા હતા, સવારે ઉઠી જોતાં ગણતાં ઘેટાં ઓછા જણાતાં ચોરી થયાની જાણ થઇ

ઇડરના દેત્રોલી ગામની સીમમાંથી વાડામાં બાંધેલા 120 ઘેટામાંથી 30 ઘેટાં ચોરાયાની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.દેત્રોલીની ગૌચરમાં કરશનભાઈ અમરાજી રબારી ઘેટા બાંધવાનો વાડો બનાવીને પશુપાલનનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 11 નવેમ્બરના રાત્રિના સમયે વાડામાં 120 ઘેટાં પૂરીને સૂઈ ગયા હતા. 12 નવેમ્બરના રોજ વહેલી સવારે પાંચ વાગે ઘેટાનું દૂધ કાઢવા વાડામાં ગયા હતા.

ત્યારે વાડામાં ઘેટા ઓછા દેખાતાં ઘેટાંની ગણતરી કરતાં 30 જેટલા ઓછા હતા. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં 30 ઘેટા મળ્યા ન હતા. 5:45 વાગે કરશનભાઈ નો દીકરો જમાલભાઈ અને ભાણિયો નાથાભાઈ કાળાભાઈ રબારી લાલપુર ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવા જતા હતા. એ સમય દરમિયાન નાળિયામાં બિન વારસી હાલતમાં આર.જે-27-સી-1314 નંબરવાળુ પીકઅપ ડાલુ હતું.

ઇડર પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરીને બિનવારસી હાલતમાં પડેલ પીકઅપ ડાલું કબજે લીધું હતું. કરશન ભાઈએ ઇડર પોલીસ સ્ટેશનમાં એક ઘેટાંની ત્રણ હજાર લેખે કિંમત કરીને ઇડર પોલીસ સ્ટેશનમાં 90 હજારના ઘેટા ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...